*સુરતમાં સફાઈ કામદારો માંગ સાથે આમરણ ઉપવાસ પર*

સુરતમાં સફાઈ કામદારો આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે. અને તેમના ઉપવાસનો ચોથો દિવસ છે. 700 જેટલા કર્મચારીઓ પાલિકા કચેરી બહાર ઉપવાસ પર ઉતરી ગયા છે.અને તેઓ કચેરીની બહારજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે. અને જો તેમની માગ સંતોષવામાં નહી આવે તો તેઁમણે આત્મવિલોપનની ચીમકી આપી છે.