*મહિલાઓ સાથે મેલી વિધિના નામે ચિટિંગ કરતી મહિલાઓને લોકોએ માર માર્યો 15 ગુનાની કબુલાત કરી*

સુરતના ડીંડોલી વિસ્તારમાં ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે મેલી વિધિના નામે ચિટિંગ કરીને ચોરી કરતી ગેંગની 4 મહિલાઓને ડીંડોલી પોલીસે ઝડપી પાડી હતી. જોકે પોલીસના હાથે ઝડપાયા પહેલા આ મહિલા ગેંગની બે મહિલાઓ સોસાયટીની મહિલાઓના હાથે લાગી જતા બન્નેને જાહેરમાં ચપ્પલ વડે માર માર્યો હતો.ઇન્સ્પેક્ટર એચ.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે મહિલાઓને 15 ગુનાની કબુલાત કરી લીધી છે. જે પૈકી ડિંડોલી લિંબાયત પાંડેસરા અને પલસાણામાં તો ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.બાકિના ગુનાઓ નોંધાયા નથી. પરંતુ શંકા છે કે આ મહિલાઓની ટોળકીએ 70થી વધુ મહિલાઓને ટારગેટ બનાવી છે.