*લુધિયાણામાં સરસ્વતી ભેંસ 51 લાખમાં ખેડૂતે ખરીદી છે*

પાકિસ્તાની ભેંસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતની ભેંસે ચોરી થવાને ડરે માલિકે વેચી દીધી આમ જોવા જઈએ તો દેશમાં અને વિદેશ દરરોજ નવા નવા રોકોર્ડ તૂટતા હોય છે અને બનતા હોય છે. ત્યારે હવે એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે હરિયાણામાં.અહીના હિસારના ખેડૂત સુખબીર સિંહ ઢાંડા પાસે એક મુર્રાહ નસલની ભેંસ છે. આ ભેંસનું નામ સરસ્વતી છે જેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે ત્યારે તેણે હવે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુખબીરમાં આ સરસ્વતી ભેંસને 51 લાખમાં વેચી છે જેને લુધિયાણાના એક ખેડૂતે તેને ખરીદી છે.