સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમા એક કર્મચારીનું મોત થયુ છે ફાયર વિભાગને ફેક્ટરીમાં ભડથું થયેલી હાલતમાં એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિટલ માંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતુ હતું.અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા
કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. અન્ય એક ગૂંગળામણ થી બે ભાન થયો હતો ઘાયલ થયેલા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા