*સબ સલામતના દાવા પોકળ હાઈકોર્ટમાં રૂપાણી સરકારની ખૂલી પોલ*

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે છેલ્લાં ચાર વર્ષથી કલમ-144નો લાગુ કરી રાખવામાં હોવાની રજૂઆત આજે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી. શહેરમાં છેલ્લાં ચાર વર્ષથી ગેરકાયદે કલમ-144નો અમલ કરી સરકાર નાગરિકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારી રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં પોલીસ દ્વારા સોગંદનામા સ્વરૂપે આ જવાબ રજૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં 2017માં રાયોટિંગના 146 કેસ , 2018માં 201 અને 2019માં 149 કેસ નોંધાયા છે. આ કલમ લાગુ કરી લોકોનું વાણી સ્વાતંત્ર્ય છીનવાતું હોવાનો આક્ષેપ પણ ખોટો છે. ગત વર્ષે રેલીઓ માટે આવેલી 7540 અરજીઓ પૈકી 7280 રેલીઓની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત સી.એ.એ. સામેની 10 રેલીઓને પણ પરવાનગી આપવામાં આવી છે