*શ્રી શક્તિ સેવાના ભિક્ષામુક્ત બાળકો સાથે ડીડીઓ અંબાજી સફાઈ અભિયાનમાં જોડાયા*

*શ્રી શક્તિ સેવાના ભિક્ષામુક્ત બાળકો સાથે ડીડીઓ અંબાજી સફાઈ અભિયાનમાં જોડાયા*

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો પૂરો થયો છે ત્યારે લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે આ વખતે ખાસ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે હવે મેળો પૂર્ણ થયો છે ત્યારે આ સ્વર્ણ નગરીને પૂર્ણ રીતે સ્વચ્છ કરવાનું અભિયાન ડીડીઓ ના માર્ગદર્શન હેઠળ ઉપાડવામાં આવ્યું છે. અંબાજીના શ્રીમતી ઉષાબેન અગ્રવાલની આગેવાની હેઠળ ચાલતા શ્રી શક્તિ સેવા સંસ્થાના આશરે 50 જેટલા નાના ભૂલકા બાળકો થી લઈ જોડાયેલ તમામ સભ્યોએ અંબાજીને સ્વચ્છ કરવાનું અભિયાન હાથમાં લીધું છે અને તેઓ શક્તિપીઠ સર્કલથી લઈ પોલીસ સ્ટેશન અને અન્ય વિસ્તારોમાં સફાઈ કરવા અભિયાનમાં જોડાયા હતા. ખાસ વાત એ છે કે આ બાળકો એ છે

જેઓ અંબાજી આસપાસ ભિક્ષા માંગતા હતા પરંતુ ઉષાબેન અગ્રવાલ દ્વારા આ બાળકોને ભિક્ષામુક્ત કરાવી શિક્ષણ અને આવાસો પ્રદાન કરવાનું ભગીરથ સેવાભાવી કાર્ય કરેલ છે. આ સફાઈ અભિયાનમાં બાળકોમાં ઉત્સાહ વધારવા ખુદ જિલ્લા વિકાસ અધિકારી પણ સફાઈ કરતા સાથે જોડાયા હતા અને બાળકોનો હિંમત પ્રેરિત કરતા જોવા મળ્યા હતા. અત્રે જણાવીએ કે શ્રી શક્તિ સેવાના સ્થાપક સમાજ સેવિકા ઉષાબેન અગ્રવાલ દ્વારા આ વખતે અંબાજી પાસે માઈ ભક્તો માટે હાઈટેક કેમ્પ યોજવામાં આવ્યો હતો

જેમાં પગપાળા ચાલીને આવનાર ભક્તો માટે પગના માલિશના યંત્ર, ચિકિત્સા કેન્દ્ર, ભોજન, ચા નાસ્તો, આઈસ્ક્રીમ, છાસ, ભક્તો માટે મનોરંજન જેવી તમામ સુવિધાઓ એક છત નીચે નિઃશુલ્ક પુરી પાડી હતી અને આ કેમ્પ ભક્તોમાં અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.