*જામનગર ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન ની ચીમકી*

જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં બે યુવાનો આત્મવિલોપન કરવા આવ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. અટકાયત કરેલા યુવાનોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2016-17માં આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ હતી તેમા ગેરરીતિ થઈ છે. અને છેલ્લા અઢી વર્ષથી લેખિત તેમજ મૌખિક ફરિયાદો તેઓ કરી રહ્યા છે તેમ છતા કોઈ તપાસ કરવામાં નથી આવી રહી. યુવાનોએ એવા આક્ષેપ પણ કર્યા છે કે અમાન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્ર પર ભરતી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બંને યુવાનો કાલવાડના રહેવાસી છે. અને તેમણે અગાઉ ડીડીઓ ને પત્ર લખીને આત્મવિલોપનની ચીમકી આપી હતી