સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.સુરત ચોક બજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા SBI ના 17 કર્મી કોરોના સંક્રમિત

સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. સુરત ચોક બજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા એક સાથે 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. એક સાથે 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા બેંકને બંધ કરવામાં આવી છે. કર્મચારીઓના સંપર્કમાં આવેલ તમામ લોકોની ટેસ્ટિંગની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બે જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના 19,196 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૧૪ જાન્યુઆરીના કોરોનાના ૧૦,૦૧૯ કેસ-૨ મૃત્યુ જ્યારે ૧૫ જાન્યુઆરીના ૯,૧૭૭ કેસ-૭ મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાંથી બે દિવસમાં કોરોનાના કુલ ૧૯,૧૯૬ કેસ નોંધાયા છે જ્યારે ૯ વ્યક્તિ કોરોના સામેનો જંગ હારી છે. ગુજરાતમાં ૧૧ જૂન ૨૦૨૧ એટલે કે ૭ મહિના બાદ કોરોનાથી સૌથી વધુ ૭ વ્યક્તિના મૃત્યુ થયા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં હાલ ૫૯,૫૬૪ એક્ટિવ કેસ છે જ્યારે ૬૦ દર્દી વેન્ટિલેટર પર છે. #🦠 સુરત: SBIના 17 કર્મી કોરોના સંક્રમિત