*અમદાવાદની વરીયા પ્રાથમિક શાળાના ટ્રસ્ટી ૨૯ સુધી રિમાન્ડ પર*

પાદરા તાલુકાના વડુ ગામે ચરોતર કાનમ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારોએ આણંદ જિલ્લાના બિન ખેતીના હુકમની નકલમાં છેડછાડ કરી પાદરાના વડુ ગામે શાળાની પરવાનગી મેળવવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકાર સાથે છેતરપિડી કરવાના ગુનામાં પોલીસે અમદાવાદમાં વરીયા પ્રાથમિક શાળાના ટ્રસ્ટીની ધરપકડ કરી તા.૨૯ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.