*જામનગરમાં 200ની લાંચ લેતા તોલમાપ ખાતાના અધિકારી ઝડપાયા*

જામનગર: આસિસ્ટન્ટ કંટ્રોલર લીગલ મેટ્રોલોજી જામનગરના તોલમાપ ખાતાના અધિકારી રમેશભાઇ રવજીભાઇ માકડીયાએ ઇલેક્ટ્રીક વજનકાંટાને સ્ટેમ્પીંગ કરી અને સર્ટિફીકેટ માટે 100થી 500 રૂપિયા સુધીની લાંચ લેતા હોવાની ફરિયાદ મળી હતી. આથી રાજકોટ ACBએ છટકું ગોઠવી રમેશભાઇને 200 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા.