આબુની હોટલમાં પોલીસની રેડ. ગુજરાતના સહિત 22 જુગારીઓ ઝડપાયા.

ગુજરાત અને રાજસ્થાન નું કાશ્મીર એટલે માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું સુંદર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે ત્યારે કેટલાક માથાભારે તત્વો અહી જુગાર રમવા આવે છે, આવોજ એક જુગાર ધામ નો પર્દાફાશ આબુ પોલીસ એ કર્યો છે જેમાં આબુ ની લાશા હોટલ ના રૂમ માં 22 જુગારીઓ જુગાર રમતાં હોવાની બાતમી રાજસ્થાન પોલીસ ને મળી હતી અને સિરોહી એસ પી ની સૂચના થી આબુ પોલીસ સ્ટેશન ના પી આઇ અચલસિંહ તેમની ટીમ સાથે દરોડો પાડી 22 જુગારીઓને ઝડપી પાડયા હતા અને કાયદેસર કાર્યવાહી કરી હતી
આબુ ખાતે આજે વહેલી સવારે આબુ પોલીસ નો કાફલો આ હોટલ પર જઈ 2,63,000 ની રકમ ઝડપી હતી સાથે 5,18,000 ના ટોકન ઝડપ્યા હતા સાથે સાથે 5 કાર અને 25 મોંઘા મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
માઉન્ટ આબુ મા જુગાર રમતા જુગારીઓ પકડાયા જેમા મોટાભાગ ના આરોપીઓ ગોઝારીયા ,રાજકોટ કલોલ ,અંબાજી લાંઘણજ દ્વારકા ,અમદાવાદ ,દિયોદર પાંથાવાડા ,પાલનપુર અને ધાનેરા વિસ્તાર ના છે સાથે બીજા આરોપીઓ રાજસ્થાન ના રહેવાસી છે, શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં ગુજરાત ના કેટલાક લોકો જુગાર રમવા રાજસ્થાન ના આબુ પહોંચ્યા હતા

આ પોલીસ ની રેડ આ વર્ષ ની સૌથી મોટી રેડ હતી જેમાં માઉન્ટઆબુ પી.આઈ અચલસિંહ તેમની સાથે તેમની ટીમના પ્રતાપસિંહ, ફૂલારામ, સતીશ, જીલેસિંહ, રાજવીરસિંહ, વિક્રમ ભારતી અને સમુદ્ર સિંહ હાજર રહ્યા હતા