*દિલ્હીમાં થયેલી હિંસા બાદ પાંચ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે*

દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો