બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજનો કર્યા છે. જેમા ખાસ કરીને કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર 4.56 કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 962 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા માટે એક કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નીતિન પટેલે વર્ષ 2020-21નું 2,17,287 કરોડનું બજેટ રજૂ કર્યું હતું