*નાના ચિલોડા રિંગરોડ પર રૂપ લલનાઓનો ત્રાસ પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ*

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું નરોડા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહેતું હોય છે. નાના ચિલોડા રિંગ રોડ પર રાતે કેટલીક મહિલાઓ દેહવ્યાપાર માટે ઉભી રહે છે. જેથી હોટલમાં જમવા આવતા લોકો હેરાન પરેશાન થતા હોય છે. નરોડા પોલીસની ટીમ ખોટી રીતે યુવક અને એક પરિવારને પકડી હેરાન કરતા લોકોએ પોલીસ પર ગુસ્સો ઠાલવ્યો હતો
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ જ નહીં કોન્સ્ટેબલ પણ સતત વિવાદમાં જ રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસની મદદથી જ વિસ્તારમાં ગુનેગાર, બુટલેગર અને ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. પોલીસ હપ્તા ખાઈ સમગ્ર નેટવર્ક ચાલવા દે છે. નરોડા વિસ્તારમાં જીઆઇડીસી, રિંગરોડ અને અનેક હોટેલો આવેલી છે જેથી પોલીસ ત્યાં જઈ અને તોડ કરતા હોવાના આક્ષેપ થયા છે.