ગાંધીનગર ખાતે રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની લઈ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી*

*જીએનએ ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ,રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છેતેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી*આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝ ની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે