ખાનગી ગાડીમાં ભારતીય
બનાવટનો વિદેશી દારૂ ક્વાટરીયા નંગ-૨૮૮ તથા બીયરના ટીન નંગ-૭૨ તથા ફોર વ્હીલ ગાડી તથા મોબાઈલનંગ-૦૨ મળી કુલ્લે રૂ.૧,૩૭,૦૦૦/-
પુરા) ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા
રાજપીપલા, તા 29
બીતાડા ગામના પાટીયાપાસે આવી હાઇવે રોડ ઉપર ખાનગી વાહન આડબંઘ કરી નાકાબંધી કરતા વિદેશી દારૂ ઝડપાયોછે. જેમાં એક ખાનગી ગાડીમાંથી ઝડતી લેતા ભારતીય
બનાવટનો વિદેશી દારૂ ક્વાટરીયા નંગ-૨૮૮ તથા બીયરના ટીન નંગ-૭૨ તથા ફોર વ્હીલ ગાડી તથા મોબાઈલનંગ-૦૨ મળી કુલ્લે રૂ.૧,૩૭,૦૦૦/-
પુરા) ના મુદ્દામાલમળી આવતા સાથેબે આરોપીઓ ઝડપાયાહતા
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક હિમરકસિંહ નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ
પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ
અટકાવવા સારૂ અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના ના પગલે
પોલીસ સબ ઈન્સ્પેક્ટર
એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો
રાજપીપલા પો.સ્ટે હાજર હતા તે વખતે સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે એક સફેદ
કલરની ઇકો ગાડી નંબર GJ22A3890 જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી દેડીયાપાડા તરફના રોડેથી
મોવી ત્રણ રસ્તા થઇ રાજપીપલા તરફ પસાર થનાર હોવાની બાતમી આધારે ખાનગી વાહનમાં પોલીસ
સબ ઇન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ તથા પોલીસ માણસો તેમજ પંચોના માણસો સાથે બીતાડા ગામના પાટીયાપાસે આવી હાઇવે રોડ ઉપર ખાનગી વાહન આડબંઘ કરી નાકાબંધીમાં ગોઠવાઇ જઇ મોવી તરફના રોડ
બાજુથી બાતમીવાળી ગાડી આવતા આરોપી (૧) હરેશભાઈ ઘનજીભાઈ વસાવા (રહે.પલસી
તા.નાદોદ જી.નર્મદા સંદિપભાઈ ખાનસીંગભાઈ વસાવા રહે.ગાડીત તા.નાદોદ જી.નર્મદા) તથા (૨) સંદિપભાઈ
ખાનસીંગભાઈ વસાવા (રહે.ગાડીત તા.નાદોદ જી.નર્મદા)ને ઝડપી પાડી તેઓની ગાડીમાં ભારતીય
બનાવટનો વિદેશી દારૂ ક્વાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦ (અંકે રૂપિયા અઠ્ઠાવીસ હજાર આઠસો પુરા) તથાબીયરના ટીન નંગ-૭૨ કિ.રૂ.૭૨૦૦/- (અંકે રૂપિયા સાત હજાર બસ્સો પુરા) તથા ફોર વ્હીલ ગાડી નંગ-૦૧
કિ.રૂ.૧૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) તથા આરોપીઓની અંગ જડતીમાંથી મળી આવેલ. તથા મોબાઈલ
નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-(અંકે રૂપિયા એક હજાર પુરા) મળી કુલ્લે રૂ.૧,૩૭,૦૦૦/-(અંકે એક લાખ સાડત્રીસ હજાર
પુરા) ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી સામે રાજપીપલા પો.સ્ટે. ખાતે લાવી પ્રોહી એક્ટ કલમ.૬૫એઇ.૯૮(૨).૮૧
મુજબ કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.
તેમજ વોન્ટેડ આરોપી સંજયભાઈ બચુભાઈ વસાવા (રહે.ગાજરગોટા તા. દેડીયાપાડા
જી.નર્મદા )ને પકડી પાડવા માટે ચક્કો ગતિમાન કરેલ છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા