જામનગર શહેરમાં વહેલી સવારે છવાયું ગાઢ ઘુમમ્સ તો રોડ પર ભેજના કારણે ક્યાંક વાહનો પણ સ્લીપ થયાં.

જીએનએ જામનગર: જામનગર શહેર સહિત વિસ્તારમાં કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. ઠંડીના જોર સામે ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જે 93 ટકા સુધી પહોંચતા શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબલિટી લો જોવા મળી હતી. સવારે સો ફૂટ દૂરનું દેખાવાનું નહિવત જેવું જોવા મળી રહ્યું હતું. વાહનોની હેડ લાઇટ, પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. વહેલી સવારે કામ અર્થે જતા તેમજ સ્કૂલે જતા બાળકો પણ ધુમ્મસના કારણે અટવાતા જોવા મળ્યા હતા અને સ્કૂલે ધીરે ધીરે પહોંચતા જોવા મળ્યા હતા. ભેજને કારણે રોડ પર ઝાકળને લીધે ઘણી જગ્યાએ રોડ પર દ્વિચક્રી વાહનો સ્લીપ પણ ખાધા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા.