*ભુજથી અમદાવાદની ફલાઇટ શરૂ કરાઇ છે તેનું ભાડુ 2 હજાર રૂપીયાની આસપાસ*

ભુજઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ વર્ષના છેલ્લા મહિનાઓથી થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રવાસીઓની આવ-જા રહે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. તો ભુજ એરપોર્ટથી એક માત્ર એરઇન્ડિયાની ફલાઇટ ઉડાન છેલ્લા થોડાક સમયથી ભરી રહી છે અને તેની સેવા પણ કથળેલી છે. ત્યારે રણોત્સવની પૂર્ણતાના આરે એર ડેક્કન કંપની દ્વારા ફલાઇટ સેવા શરૂ કરાઇ છે. રણોત્સવને ધ્યાને લઇને માત્ર 15 દિવસ જ એરડેક્કન ફલાઇટની સેવા રહેશે.રણોત્સવ 12મી માર્ચ સુધી સત્તાવાર ચાલુ