કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

*કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.*
*
*તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી છે ત્યારે આપણે સૌ કોઈએ એક થવું જોઈએ અને આપણાથી જે થઈ શકે તે સર્વ પ્રકારની મદદ માટે આપણું તન,મન અને ધન અર્પણ કરવું જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ૧૭ – પ -ર૦ર૧ ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને સંતોએ “તાઉન્તે ના વાવાઝોડા”માંથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી હતી. અને જીવનપ્રાણ બાપાશ્રી ની વાતો નું પઠન કરીને ધ્યાન – ભજન કરવામાં આવ્યું હતું.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે*, તા. ૧૭ અને તા. ૧૮ ના રોજ ગુજરાત ઉપર તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી રહી છે ત્યારે આપણે સૌ કોઈ ભગવાને પ્રાર્થના કરવી જોઈએ કે, ભગવાન આપણી સૌની રક્ષા કરે. કારણ કે,સાચા હૃદયથી આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે ભગવાન અવશ્ય સાંભળે જ છે.
પૂર્વે પણ અનેક હોનારતો આવી છે,તેમાંથી ભગવાને આપણને ઉગાર્યા છે,તો આમાંથી પણ આપણને ઉગારશે. આવા સમયે ભગવાન ઉપરથી આપણો વિશ્વાસ ડગવા ન દેવો જોઈએ.ભગવાન આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે જ છે.

કોરાના વાયરસની ઉપાધિમાંથી એ ભગવાને આપણી રક્ષા કરી છે,તે જ ભગવાન આમાંથી પણ આપણી રક્ષા કરશે.

ભગવાનને પ્રાર્થના કરીએ તો, જે દુઃખ આવવાનું હોય તેમાંથી ભગવાન ઓછું કરે છે, દુઃખો સહન કરવાની શક્તિ આપે છે. આવી પડેલા પડકારો સામે આપણે લડી શકીએ તે માટે બળ, બુદ્ધિ અને પ્રકાશ આપે છે.

પરંતુ આપણા માનવ સ્વભાવ પ્રમાણે આપણે તો ભગવાનને ફરીયાદ જ કરીએ છીએ કે, દુઃખ આવ્યું જ કેમ ? ભગવાન પોતાના પોતાના ભક્તોનું શૂળીનું દુઃખ કાંટેથી કાઢે છે.પરંતુ આપણે તો કાંટો વાગે તે પણ સહન કરી શકતા નથી.

ભગવાન પાસે આપણે જે માંગવું હોય તે અવશ�