*વ્યારાના બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન મુકાયુ*

પર્યાવરણની જાળવણી અર્થે લોકજાગૃતિના ભાગરૂપે કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા વ્યારાના મુખ્ય બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન મુકવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં અત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન શરૂ થયું છે. જેને પગલે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે કાકરાપાર અણુ મથકના સહયોગથી વ્યારાના બસ સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલ નાશ કરવા માટેનું મશીન મુકવામાં આવ્યું હતું