*બેન્ક કર્મચારીઓની હડતાલ સામે પરિપત્ર જાહેર કરવાની RBIને સત્તા છે*

બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાતના વિવિધ વેપારી સંગઠનોએ કરેલી જાહેર હિતની રિટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કર્યુ હતું. જેમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્ક કર્મચારીઓની હડતાલ અંગે તેમને પરિપત્ર કે ઠરાવ જારી કરવાની સત્તા છે. આ અંગે બેન્ક કર્મચારીઓના યુનિયને જવાબ રજૂ કરવા વધુ સમયની માગણી કરતા આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે