ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર , બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને 4 વખત કેશ ઉપાડવાનું ફ્રી હશે , પરંતુ તે પછી ગ્રાહકોને દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે . ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં બચત અને ચાલુ ખાતામાં મહિનામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં . બેંકે કહ્યું કે આ મર્યાદાથી વધુ ડિપોઝીટ માટે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડશે . બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ સિવાયના સેવિંગ્સ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાંથી દર મહિને 25,000 રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં લાગે . તે જ સમયે , જ્યારે પણ તમે ફ્રી લિમિટ પછી પૈસા ઉપાડો છો , ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ કરવા પડશે . ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સત્તાવાર વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે તમામ નિયમો 1 જાન્યુઆરી , 2022 થી લાગુ થશે . મતલબ કે નવા વર્ષથી બેંકના ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે . GST / CESS અલગથી વસૂલવામાં આવશે . ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે અગાઉ 1 ઓગસ્ટ , 2021 ના રોજ ડોર સ્ટેપ બેંકિંગ ચાર્જીસના નવા દરો લાગુ કર્યા હતા .
Related Posts
ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો લાશોના ઢગલા થયા
કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે 12 ફેબ્રુઆરીના રોજ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય…
કોરોના મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય
બ્રેકીંગ ન્યૂઝ : આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગ્રામજનોએ પૃથ્વી બચાવવા વધુ વૃક્ષો વાવવાનો સન્કલ્પ લીધો કોરોના મા ઓક્સિજનની કમી પુરી…