*ગુજરાત સરકારની ભરતી માં વધુ એક ધબળકો હાઈકોર્ટ મુક્યો સ્ટે…..વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતીનું પેપર લીક થયા બાદ હવે તેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે , ત્યારે માહિતી વિભાગ વર્ગ 1 અને 2 ભરતીના વિવાદ બાદ હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે . કોર્ટે ભરતી માટેની બહાર પડાયેલી યાદી પર રોક લગાવી દીધી છે . માહિતી વિભાગના વર્ગ 1 અને 2 ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર , વર્ગ -૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર સ્ટે મુકી દીધો છે ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે . મહત્વનું છે કે રાજ્યમાં હેડ ક્લાર્કની ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ હવે માહિતી વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે . ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકાર આપ્યો હતો . ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી . અરજદારની રજુઆત ‘ 100 માર્ક ઇન્ટરવ્યૂ માં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી ‘ . હાઇકોર્ટે રાજ્ય સરકાર , માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે . હાઈકોર્ટે પૂછ્યું . આવું કઈ રીતે ચાલે ? ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ . માહિતી વિભાગની વર્ગ 1 અને 2 પરીક્ષા મુદ્દે 18 જાન્યુઆરી સુધી હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે , હાઈકોર્ટ સરકારને આદેશ કર્યો છે કે 18 જાન્યુઆરી સુધી ભરતી પ્રક્રિયા પર કોઇ કાર્યવાહી કરવી નહીં . મહત્વનું છે કે વર્ગ 1 અને 2 ની પરીક્ષાની ભરતીને પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારાઇ હતી જે બાદ હાઈકોર્ટે સ્ટે મુકી દીધો છે .