જામનગર કમિશનર ખરાડી એક્શનમાં: નગર પાલિકાની ટિમ રાત દિવસ એક કરી ઢોર પકડવાના કાર્યમાં લાગી.

જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી ના માર્ગદર્શન મુજબ ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે,

શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુક્ત 4–ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સધન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

જેમાં આજરોજ 39 ઢોરોને પકડવામાં આવેલ છે. તેમજ ચાલુ વર્ષે કુલ-1401 ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ– 745 ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.

 

આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ–રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત સી. આર.પી.સી. કલમ-૧૩૩ હેઠળ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

 

વધુમાં જામનગર મહાનગરપાલિકા ધ્વારા આવા આસામીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવા ત્રણ કર્મચારીઓને સત્તા આપવામાં આવેલ છે જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ધ્વારા જાણ કરવામાં આવી છે.

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ઢોરનો ત્રાસ દૂર કરવા માટે દિવસ- રાત ત્રણ શિફ્ટમાં 4 ચાર ટીમ બનાવી પૂરજોશમાં રસ્તે રજડતા ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવે છે, ઢોર પકડવાની રાત્રી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવેલ છે, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મુકેશ વરણવા એ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે સોલિડ વેસ્ટ વિભાગ અને પોલીસ ટીમે સાથે મળીને ગતરાત્રિના રસ્તે રજડતા રાત્રી દરમિયાન 9 ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવ્યા હતા.

 

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સતત દિવસ – રાત ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહેલ છે શહેરના જુદા જુદા વિસ્તારો જોલી બંગલો, મીગ કોલોની, તળાવની પાળ ,બાલા હનુમાન મંદિર પાસે તથા ખંભાળિયા ગેટ સહિતના વિસ્તારમાંથી ગઈકાલે રાત્રિ દરમિયાન 9 જેટલા રખડતા ઢોરને પોલીસને સાથે રાખીને ડબ્બે પુરવામાં આવ્યા હતા, ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ ત્રણ શિફ્ટમાં ચાલી રહી છે. આ સમગ્ર કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર, ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ દીપક શિંગાળા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ જહમત ઉઠાવી રહી છે.