*પાટણ ડીવીઝનમાં ધો. ૧૦ની પરીક્ષા લેવાશે*

ઉત્તર ગુજરાતમાં ૧,૯૬,૬૩૫ છાત્રો ધો.૧૦અને ૧૨ની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૫મી માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન ન્યુએસએસસી તથા એચએસસી સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા યોજાનાર છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ૬૦,૬૪૫, પાટણ જિલ્લાના ૪૦,૦૯૩ તથા પાલનપુર જિલ્લાના ૯૧,૮૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સારુ તડામાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા તથા ટેબ્લેટ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પાટણ જિલ્લામાં બે ઝોન હારીજ અને પાટણ ડીવીઝનમાં ધો. ૧૦ની પરીક્ષા લેવાશે