*મ્યુનિ.કોર્પો.નકામા’ વકીલોને છૂટા કરી શકે છે*

અમદાવાદ-મ્યુનિ. કોર્પોરેશના માલિકીના પ્લોટ કહો કે ટીપી રોડનાં દબાણનો પ્રશ્ન ગણો કે ભાડે અપાયેલ મિલકત કે પછી ગેરકાયદે બાંધકામના મામલે સેંકડો વાર કોર્ટના દરવાજા ખખડાવી અરજદારો સત્તાવાળાઓને ભીંસમાં મૂકે છે. આવા સંજોગોમાં કોર્ટમાંથી સ્ટે મેળવી તંત્રને કાયદાકીય પગલાં ભરતા પહેલા અરજદાર રોકી રાખે છે. અનેક કિસ્સામાં કોર્ટમાં તંત્ર વતી કેસ લડતા વકીલ ફૂટી જઇ અરજદારને સ્ટે મેળવવામાં આડકતરી રીતે મદદરૂપ થાય છે. બજેટ-૨૦૨૦માં બાર કાઉન્સીલ બોર્ડના વકિલોના વેરફેર માટે 5 કરોડની ફાળવળી કરી છે