દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવો વેરિયન્ટ આવ્યા બાદ હલચલ મચી ગઈ છે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતરામાં.

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. હવે આ પ્રવાસ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવો વેરિયન્ટ આવ્યા બાદ હલચલ મચી ગઈ છે. વિશ્વના તમામ દેશો દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યા છે. ભારત A ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલ અને ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ રમવાની છે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરથી જોહાસબર્ગમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. હાલમાં નેધરલેન્ડની ટીમ પણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. નેધરલેન્ડ ક્રિકેટ ટીમ મેનેજમેન્ટએ સાઉથ આફ્રિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે અને નક્કી કરશે કે શ્રેણીની બીજી અને ત્રીજી ODI મેચ નિર્ધારિત સમય મુજબ યોજવામાં આવશે કે કેમ, આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ દેખાયું છે. પ્રવાસીઓ માટે યુકેની લાલ યાદીમાં દક્ષિણ આફ્રિકા ઉમેરવામાં આવશે, અને અન્ય દેશોમાંથી મુસાફરી પર પ્રતિબંધ પણ અપેક્ષિત છે.