કલેકટર કચેરીમાં સ્ટેશનરી વેસ્ટઅને ચાના કપનું ગંદકીનું સામ્રાજ્ય!

રાજપીપળા કલેકટર કચેરીમાં સ્ટેશનરી વેસ્ટઅને ચાના કપનું ગંદકીનું
સામ્રાજ્ય!

રાજપીપળા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરીમાં બીજા માળ ના પગથીયા પાસે વિવિધ કચેરીઓની સ્ટેશનરી નો કચરો અને ચાના કપ અન્ય કચરો નો ઢગલા નું વરવું દ્રશ્ય

રાજપીપલા, તા 7
નર્મદાના વડા મથક
રાજપીપળા ખાતે આવેલ કલેકટર કચેરીમાં સ્ટેશનરી વેસ્ટનું ગંદકીનું
સામ્રાજય છવાયેલું જોવા મળે છે.આજે રાજપીપળા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરીમાં બીજા માળના પગથીયા પાસે વિવિધ કચેરીઓની સ્ટેશનરીનો કચરો અને ચાના કપ અન્ય કચરાના ઢગલાનું વરવું દ્રશ્ય મુલાકાતીઓને જોવા મળતાં તેમણે આશ્ચર્ય અનુભવ્યું હતું.


પગથિયાં પાસે નીચે ડસ્ટબિનમાંથી ઉભરાતોકચરો જોવા મળ્યો હતો. આ કચરો એક જગ્યાએ નહીં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળ્યો હતો. અને તે ગમેતેમ ઠલવાયેલા જોવા મળ્યો હતો. કલેકટર કચેરીઓમાં વિવિધ અધિકારીઓને મળવા આવતા મુલાકાતીઓઆ દ્રશ્ય જોઈને ઉઠયા હતા.મોટી ડસ્ટબિનકચરાથી ઉભરાઇજાય ત્યાં સુધી તેનો નિકાલ કરવાને બદલે ડસ્ટબિનની નીચે કચરો ફેંકી દેવામાંઆવેલો નજરે ચઢતોહતો.
એટલું જ નહીં પગથિયાં પર પણ કચરો વેરાયેલો જોવા મળ્યો ત્યારે તો હદ થી કહેવાય. અહીં સફાઈ નું ધ્યાન રાખનારા શું કોઈ નથી?
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સ્વચ્છતા અભિયાનની તંત્ર દ્વારા ઉજવણી અને કાર્યક્રમો થાય છે ત્યાએ બીજી તરફ સરકારી કચેરીઓમાં જસ્વછતા દેખાતી નથી? અહીંયા કચરો ભરવામાં કેમ નથી આવતો? અને તેનો રોજેરોજ નિકાલ કરવામાં કેમ નથી આવતો? એવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.ખાસ કરીને 9 મી ઓગસ્ટ રાજ઼પીપળા ખાતે મુખ્યમંત્રી પધારવાના છે.અને આદિવાસી નીભવ્ય ઉજવણી થવાની છે ત્યારે સરકારી કચેરીઓમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેએ કેટલું ઉચિત છે?એવી લોકોમાંચર્ચા થઇ રહી છે. અહીં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા