આણંદઃ પોલીસે મોટી સંખ્યામાં દેશી બનાવટનો નકલી અંગ્રેજી દારુ બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો

આણંદઃ સામાન્ય રીતે દેશી દારુ મીલાવટ વાળો અને નકલી દારુ મળ્યાનાં સમાચાર સામે આવતા હોય છે. પરંતુ આણંદમાં પોલીસે મોટી સંખ્યામાં દેશી બનાવટનો નકલી અંગ્રેજી દારુ બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતા મોટી સંખ્યામાં લોકો દરુનુ સેવન કરે છે. દારુની આ માગનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો આવી રીતે ભેળસેળ વાળો દારુ વેચીને લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરે છે.