અંબાજી ખાતે એબીપીએસએસની મીડિયા મિત્રોની મળેલ બેઠકમાં પદાધિકારીઓની કરાઈ નિમણુંક

@emobitech

India Crime Mirror News

અંબાજી:

અંબાજી ખાતે અંબાજી દાતા ના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની બેઠક મળી હતી જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાની રાહબરીથી નીચે સંકલનમાં મળેલ મીટીંગ માં પ્રમુખ અને મહામંત્રીની વર્ણી કરવામાં આવી પ્રમુખ તરીકે દુષ્યંતભાઈ આચાર્ય અને મહામંત્રી તરીકે માણેક ભાઈ જોષી ની સરવાનુ મતે વરણી કરવામાં આવી

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડ્યાની સૂચનાથી ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય એનએસસી મેમ્બર બાબુલાલ ચૌધરી અને ગુજરાત મહામંત્રી અને ઉત્તર ઝોન પ્રભારી જીણુભા વાઘેલાની અધ્યક્ષતામાં અંબાજી સર્કિટ હાઉસ ખાતે મળેલ મિટિંગમાં આશરે 25 જેટલા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોની હાજરીમાં મળેલ બેઠક યોજાઇ હતી જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના બેનર નીચે સર્વ પત્રકારોના હિત અને રક્ષણ માટે ના શપથ લેવામાં આવી હતી.