એ.સી.બી.સફળ ટ્રેપ કેસ ..

એ.સી.બી.સફળ ટ્રેપ કેસ

 

ફરિયાદીઃ-

એક જાગૃત નાગરીક

આરોપીઃ- પુષ્પકકુમાર શાંતિલાલ પંચાલ ઉં.વ.૪૪ ઘંઘો નોકરી – રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩, રહે. બી/૧૧,૩૬ કવાટર્સ સેવાસદન પાછળ, ગોધરા મુળ રહે. ૪૦૬, આશિર્વાદ વિલા રોહાઉસ ન્યુ સીટી લાઇટ રોડ, સુરત શહેર

 

લાંચની માંગણીની રકમઃ- રૂા.૫,૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમઃ- રૂા.૫,૦૦૦/-

લાંચની રિકવરી કરેલ રકમઃ- રૂા.૫,૦૦૦/-

ગુનાની તારીખઃ- ૦૮/૦૧/ર૦ર૪

ગુનાની જગ્યાઃ- રાજ્ય વેરા કચેરી પંચમહાલ ગોધરા

ટુંક વિગતઃ- આ કામનાં ફરિયાદી નાઓએ જયવીર એન્ટરપ્રાઇઝ નામથી સાંપા રોડ, ગોધરા ખાતે દુકાન વ્યવસાય ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ ઓન લાઇન અરજી કરેલ જે જી.એસ.ટી. નંબર આપવાનાં કામે આક્ષેપીતે સ્થળ વિઝિટ કરી ફરિયાદી પાસે રૂ.૫૦૦૦/- માંગણી કરેલ જે ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.માં ફરિયાદ આપતા તા.૦૮/૦૧/૨૦૨૪ નાં રોજ ગોઠવાયેલ લાંચ નાં છટકા દરમિયાન આક્ષેપીતે પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રાજ્ય વેરા કચેરી ગોધરા ખાતે પોતાની બેઠક વ્યવસ્થાના ટેબલ ઉપર મુકાવી રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબત.

નોંધઃ- ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ટ્રેપીંગ અધિકારીઃ- આર. બી. પ્રજાપતિ

પોલીસ ઇન્સ્પેકટર

પંચમહાલ એ.સી.બી. પોલીસ સ્ટેશન ગોધરા

 

સુપર વિઝન અધિકારીઃ- પી. એચ. ભેસાણીયા

ઇન્ચાર્જ મદદનીશ નિયામક

એ.સી.બી. પંચમહાલ એકમ ગોધરા.