અમદાવાદ : રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી છે જેમાં, ભારતીય ભૂમિસેના, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક દળ, સીમા સુરક્ષા દળ તેમજ ગુજરાત રાજ્ય સુરક્ષા ઘટકો જેમકે ગુજરાત રાજ્ય પોલીસ, સમુદ્રી પોલીસ અને મત્યપાલન વિભાગ સહિતના સામેલ કરવામાં આવ્યા હતા. આ કવાયત 19 થી 22 નવેમ્બર 2021 દરમિયાન કચ્છ દ્વીપકલ્પના ક્રીક સેક્ટરમાં યોજવામાં આવી હતી.આ કવાયતમાં એકીકૃત રીતે એક સાથે તમામ ત્રણેય પરિમાણમાં દળો દ્વારા સૈનિકો અને દાવપેચ ઉમેરવાનું સામેલ હતું. બહુક્ષેત્રીય માહોલમાં પ્રતિભાવ વ્યવસ્થાતંત્ર સામેલ કરવા માટે સમકાલિન ટેકનોલોજી સમાવીને વ્યાપક સંકલન, વાસ્તવિક સમયમાં સંદેશાવ્યવહાર અને ઉભરી રહેલા બહુ-પરિમાણી જોખમોમાંથી બહાર આવવા માટે પરિચાલન ડેટાના આદાનપ્રદાનની પણ સહભાગીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને તેમાં વધુ સામર્થ્ય મેળવવામાં આવ્યું હતું. સહભાગી એજન્સીઓના વરિષ્ઠ હોદ્દેદારો આ કવાયતના સાક્ષી બન્યા હતા. બહુવિધ દળોના સૈનિકોને સમાવતા મજબૂત સેન્ટ્રલ ઓપરેશન રૂમ (COR) હેઠળ કાર્યરત પ્રતિભાવ વ્યવસ્થાતંત્રમાં ફિલ્ડ તાલીમની કવાયત યોજવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આ કવાયતમાં સ્પષ્ટપણે એકીકૃતતા અને સંકલન પ્રાપ્ત થયા હોવાનું જોવા મળ્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓએ તેની પ્રશંસા કરી હતી.
Related Posts
ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.
જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…
જામનગરમાં ચા-પાનના ધંધા બંધ અંગે તંત્રએ પુનઃ વિચારણા જરૃરી.
જામનગરમાં ચા-પાનના ધંધા બંધ રાખવા માટેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અન્વયે પુનઃ વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર…
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી રમાશે.
હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ…
