રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલો માનવતાવાદી અભિગમ વાળો પ્રોજેક્ટ એટલે “નોંધારાનો આધાર”

જ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલોમાનવતાવાદી અભિગમ વાળો પ્રોજેક્ટ એટલે “નોંધારાનો આધાર”સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટર ડી એ શાહે નિરાધાર ગરીબો માટે પ્રગટાવ્યો સેવા યજ્ઞનો ઝગમગતો અનોખો દીપરાજપીપળામાં 133 લાભાર્થીઓને દર રોજ બે ટંકનું પૌષ્ટિક ભોજન,પોષણ આહાર કિટ્સસહિત જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ આપવામાં આવીરાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને બક્ષ્યું નવજીવનરાજપીપલા, તા20ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને માનવતા આઈ એ એસ અધિકારીનું નામ છે ડી. એ શાહ. જિલ્લા કલેકટર નર્મદા. જિલ્લાનો રાજા હોવા છતાં જિલ્લાની ગરીબ, નિરાધાર પ્રજા માટે હમદર્દી અનુકંપા ધરાવતા નર્મદા કલેકટર ડી એ શાહને વિચાર આવ્યો કે મારા રાજપીપલામાં ભીક્ષુકને ભીખ કેમ માંગવી પડે?ગામમા એવા કેટલા નિરાધાર છે જેનો કોઈ આધાર નથી. આવા લોકો કોઈ પણ જાતના ધ્યેય વિના ભટકતું જીવન જીવી રહ્યા છે. આવા નોંધારાનો આધાર બનવાનું કલેકટર ડી એ શાહે નક્કી કર્યું. આ માનવતાવાદી અધિકારીએ રાજપીપલાને બિક્ષુકમુક્ત રાજપીપલા બનાવવાનું સ્વપ્નું સેવ્યું. અને એને મૂર્તિમંત કરવા એક દીર્ઘ દ્રષ્ટિસભર પ્રોજેકટ બનાવ્યો. અને નર્મદામાં પહેલીવાર એક નિરાધારો માટે માનવતા વાદી પ્રોજેકટે આકાર લીધો.આવો આપણે આ પ્રોજેક્ટ શું છે તેને સમજીએમાનવતાવાદી અધિકારી નર્મદા કલેકટર ડી એ શાહ અને તેનાજિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે ઓઢવાને માત્ર આકાશ અને સુવાને માત્ર જમીન છે .એવા સાવ નોંધારા અસહાય ફૂટપાથ પર કે ખુલ્લામાં વસતા નિરાધાર ગરીબ પરિવારોના ૧૩૩ નિરાધાર લાભાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટેવુલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રીશિયન કિ્ટ્સનું વિતરણ કરીને આ પરિવારો પ્રત્યે સંવેદનાસભર આગવી પહેલ શરૂ કરી છે.આ સેવા યજ્ઞમાં સેવાનો દીપ પ્રગટાવી રહ્યા છે આ પ્રોજેક્ટના સેવા ભાવિ સેવાકર્મી સદસ્યોં વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી, તેમની ટીમ ના સદસ્યોં કૌશલભાઇ કાપડીયા, ઉરેશભાઇ પરીખ અને ગુંજનભાઇ મલાવિયા,તથા આ પ્રોજેક્ટ માં અંગત રસ લઈ સેવાના કામમા મદદરૂપ થનાર નર્મદા સુગરના ચેરમેનઅને જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,તથા આ લખનાર દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, સુરેશભાઈ તલાટી આ આઠ સદસ્યોંની ટીમને નર્મદા કલેકટરે ખાસ પસંદ કર્યા છે. તેમની સાથે અન્ય સહયોગી સેવાભાવી લોકો, સંસ્થા, અધિકારીઓ, કર્મચારીઓ પણ ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે.આ અંગે જિલ્લા કલેકટર ડી શાહે જણાવ્યું છે કે રાજપીપળામાં રાત્રે રાઉન્ડ દરમ્યાન જાણવા મળ્યું કે ઘણા બધા એવા લોકો આધાર વિનાના છે જે લોકો ફૂટપાથ પર ગરનાળાની નીચે કે ખુલ્લા આકાશ નીચે કે ઝૂંપડામાં જીવન વિતાવે છે. આવી તારા વ્યક્તિઓ માટે 3 ફેસમાં યોજના બનાવી છે.પહેલા ફેઝમાં નોંધારી વ્યક્તિ મળી આવે તેને અન્ન ધન યોજના હેઠળ રાશન આપીએ છીએ.રાશન આવે તે સેન્ટર કિચનમાં જાય અને ત્યાં ભોજન તૈયાર થાય.અનેલાભાર્થી જ્યાં રહેતો હોય ત્યાં ભોજન રથ પહોંચીને દર રોજ સવાર-સાંજ બે ટાઈમ ગરમ તાજું અને અને પૌષ્ટિક ભોજન પૂરું પાડીએ છીએ. એનાથી એને ફૂડ સિક્યુરિટી મળે છે. ઘણી વાર ભોજનના અભાવે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી જાય છે.એને પુરતું ભોજન ન મળવાથી ગુનાહિત પ્રવૃત્તિ પર કંટ્રોલ આવી જાય છે. ત્યાર પછી અમે લાભાર્થીનું તેનું મેડિકલ ચેકઅપ કરીએ છીએ. ટ્રીટમેન્ટ આપીએ છીએ.પછી એને કોવિડ વેક્સિનેશનના બંને ડોઝ પણ અપાવીએ છે. ત્યાર પછી દર અઠવાડિયે એનું હેર કટિંગ, દાઢી,સેવિંગ કરાવી એના કપડા બદલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પછી એને આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપીએ છીએ. સવારથી સાંજ સુધી અને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટમાં એટલી બધી વસ્તુઓ આપીએ છીએકે બે વર્ષ સુધી એને કોઈની પાસે હાથ ફેલાવવો ન પડે. ઉપરાંત અમે એને ક્યુ આર કોડ વાળું આઈ કાર્ડ પણ આપીએ છીએ.ત્યાર પછી બીજા ફેસમા 3થી 6વર્ષનું પરિવારનું બાળક હોય તો તેને આંગણવાડીમાં પ્રવેશ આપીએ છીએ.6થી 18 વર્ષનો બાળક હોય તો એને સ્કૂલમાં એડમિશન અપાવીએ છીએ. એનાથી બાળમજુરીનો પ્રશ્નો હલ થાય છે. અને બાળકશિક્ષણ તરફ વળી શિક્ષિત બને છે.ત્યાર પછી એમને તમામ પ્રકારના કાર્ડ જેવાકે આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ આપીએ છીએ. દિવ્યાંગોને સ્માર્ટ કાર્ડ ઉપરાંત દિવ્યાંગોના લાભો,દિવ્યાંગો માટેનો બસ પાસ,આઇડી કાર્ડ, અને અન્ય સાધન સહાય સામગ્રી પણ આપીએ છીએ. એ ઉપરાંત આ તમામ લાભાર્થીઓના જન ધન યોજના ખાતા ખોલી રૂપે કાર્ડ પણ આપીએ છીએ.ત્યાર પછી ત્રીજા ફેઝમાં આ લાભાર્થી જો વૃદ્ધ હોય તો તેને વૃદ્ધ પેન્શન યોજના,વિધવા પેન્શન યોજના, તથા અન્ય સહાય આપીએ છીએ. ત્યાર પછી લાયકાત વાળી વ્યક્તિઓને સ્વરોજગારલક્ષી કીટ પણ આપીએ છીએ. જેનાથી એ રોજગારી મેળવી શકે.અને છેલ્લે આવાસ યોજના હેઠળ આવાસનો લાભ પણ આપીએ છીએ. આ બધા લાભો મળે એટલે એને રાષ્ટ્રના પ્રવાહમાં જોડી દઈએ છીએ. એ વ્યક્તિ જયારે પોતાના પગ પર ઊભો થઈ જાય પછી એને ભોજન તેમજ અન્ય સુવિધા બંધ કરી દેવામાં આવશે.આ યોજનાથી નોંધારાને સાચા અર્થમાં એક નવું જીવન અને જીવન જીવવાનો નવો આધાર મળી રહે છે. પછી એ નોંધારો નથી રહેતો.પણ રાષ્ટ્રનો એક સ્વસ્થ અને જવાબદાર વ્યક્તિ બની જશે એવી મને શ્રદ્ધા છેનર્મદા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટનો લાભઅને માર્ગદર્શન અન્ય જિલ્લા, રાજ્યમાં કે સમગ્ર દેશમાં જેને જોઈતું હોયતે માટે અમે વેબસાઈટ લોન્ચ કરી છે કરી છે. આ વેબસાઇટમાં બધી જ પ્રકારની માહિતી મૂકવામાં આવેલી છે. અમે એક વેબ પોર્ટલ પર લોન્ચ કર્યું છે. જેમાં લાભાર્થીને અપાતા બધા જ લાભો તેમજ તેની માહિતી,ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે. અહીં બધી ભાષાઓમાં મુકવામાં આવેલ હોવાથી રાજ્યોની કોઈ વ્યક્તિ પણ પ્રોજેક્ટ ને જોઈ શકેછે તેનું માર્ગદર્શન માહિતી મેળવી શકે છેઆ પ્રોજેક્ટથી ખુદ મુખ્યમંત્રી પ્રભાવિત થયાં છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીઓ, અન્ય અધિકારીઓપણ આ પ્રોજેક્ટથી પ્રભાવીત થયાં છે.મુખ્યમંત્રી એ આ પ્રોજેક્ટનો લોગો, તેમજ વેબસાઈટપણ લોન્ચ કરી ચુક્યા છે. મુખ્યમંત્રીના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.હવે અમે ઇચ્છીએ છીએકે આ પ્રોજેક્ટ નો લાભતમામ જિલ્લાઓનેઅને રાજ્યોમાં પણ મળે. જેથી રાજ્યમાં કોઇ ગરીબ નિરાધાર ન રહે.કલેકટરડી એ શાહના જણાવ્યા અનુસાર આ પ્રોજેટક સૌના સહિયારા અને લોકભાગીદારીથી તૈયાર થયો છે.જેમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અમલીકરણ અધિકારીઓ, દાતાઓસૌના સહયોગનો સરવાળો છે આ પ્રોજેક્ટ ઉર્ફે “નોંધારાનો આધાર “.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા.