અમદાવાદ: અમદાવાદ ખાતે વિસ્તારના લોકોને સહયોગ અને માર્ગદર્શન હેતુ આવકના દાખલા માટેનો મેગા કેમ્પ યોજાયો જેમાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.અમદાવાદના ગોળલિમડા ખાતે અસ્ટોડિયા રોડ પર આવેલ ન્યુ અંજુમન સ્કૂલના બેજમેન્ટ ખાતે વિસ્તારના લોકોને સરળતાથી અને મારદર્શન મુજબ આવકના દાખલા મળી રહે તે ઉમદા હેતુથી મુસ્તહિક હેલ્પ ગ્રુપ અને આફિયત ગ્રૂપના સહકાર અને સહયોગ દ્વારા આવકના દાખલાનો મેગા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આશરે 700 થી વધુ લોકોએ ભાગ લઈ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આવકના દાખલા માટેના જરૂરી પુરાવાઓ લઈ લોકોએ દાખલાઓ મેળવ્યા હતા. લોકોએ આ બંને ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આયોજનને બિરદાવ્યું હતું અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Related Posts
31st May વિશ્વ તંબાકુ નિષેધ દિવસ..
સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન…
કોંગોમાં જ્વાળામુખી ફાટવાથી 15 લોકોના મોત
કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ભાગ રૂપે ભારતીય સેનાની ટુકડી પણ જ્વાળામુખી પ્રભાવિત ક્ષેત્રમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ તેમને સુવિધાઓ…
કેચ મી ઈફ યુ કેનઃ 4 વર્ષમાં 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બની ચેક ચોરીને ચીટિંગ, પિતા-પુત્રનો ભાંડો છેવટે ફૂટ્યો.
કેચ મી ઈફ યુ કેન’ આ અંગ્રેજી ફિલ્મ જોઈને ચીટર પિતા-પુત્ર બેલડીએ 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બનીને ચેક ચોરીને લાખો રૂપિયાની…