દિલ્હીનાં જામિયામાં ગોળી ચલાવનારાની ઓળખ થઈ ગઈ છે. ગુરૂવારનાં પિસ્તોલ લઇને ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ ગોપાલ છે અને તે ગ્રેટર નોઇડાનાં જેવરનો રહેવાસી છે. આરોપી ગોપાલ પોતાના ફેસબૂક પ્રોફાઇલ પર ખુદને રામભક્ત ગણાવે છે. ગોળી ચલાવનારો ગોપાલ જામિયાનો વિદ્યાર્થી નથી. ફાયરિંગ પહેલા અનેકવાર ગોપાલ જામિયાથી પોતાના ફેસબૂક એકાઉન્ટ પર લાઇવ થયો હતો. અત્યારે ગોપાલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પુછપરછ ચાલી રહી છે.
ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ
નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરનાં વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીથી રાજઘાટ સુધી રેલી દરમિયાન ગોપાલે અચાનક ફાયરિંગ કર્યું હતુ. જામિયા વિસ્તારની પાસે ગોપાલની ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ ગયો. શાહાદ નામનાં વ્યક્તિને એમ્સમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યો છે. આ ઘટના આજે ગુરૂવાર બપોરની છે.
હિંદુસ્તાનમાં રહેવું છે તો જય શ્રી રામ કહેવું પડશે
એક પ્રદર્શનકારી વિદ્યાર્થી ગોળી લાગવાના કારણે ઘાયલ થઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા છતા પણ ગોળી ચલાવવામાં આવી. રેલીવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળો તૈનાત હતા, તેમ છતા ગોપાલે ખુલ્લેઆમ ફાયરિંગ કરી હતી. એક ખાનગી ટીવી ચેનલ પ્રમાણે ગોળી ચલાવતા દરમિયાન ગોપાલે નારેબાજી કરતા કહ્યું હતુ કે હિંદુસ્તાનમાં જો રહેવું છે તો વંદે માતરમ કહેવું પડશે. આ ઉપરાંત તેણે જય શ્રીરામનાં નારા પણ લગાવ્યા હતા.
પોલીસે ગોપાલની ધરપકડ કરી છે
ગોપાલે “હું તમને આઝાદી અપાવું છું” તેમ કહીને ફાયરિંગ કર્યું. તેણે પિસ્તોલ હવામાં લહેરાવીને કહ્યું કે, “દિલ્હી પોલીસ ઝિંદાબાદ, જામિયા મિલિયા મુર્દાબાદ.” ભારે પો�
Sureshvadher only news group
9712193266