એ.સી.બી. અમદાવાદ સફળ ટ્રેપ.

ફરીયાદી-એક જાગૃત નાગરિકઆરોપી:(૧) મહિલા પી.એસ.આઇ. શ્રીમતિ વાય.જે.પટેલ, વલસાડ ટાઉન પો.સ્ટે.(૨) ભરતકુમાર ભગવતીપ્રસાદ યાદવ,(ખાનગી વ્યક્તિ )ઉ.વ.૩૫, રહે- પ્લોટ નં.૧૬૩/એ, સોનાસરિતા સોસાયટી, મારુતિ વિધ્યાપીઠની પાછળ, અબ્રામા, વલસાડ.ગુનો બન્યા:તા.૧૭.૧૧.૨૦૨૧લાંચની માગણીની રકમ:રૂ.૧,૫૦,૦૦૦/-લાંચની સ્વિકારેલ રકમ: રૂ.૧,૫૦,૦૦૦/-લાંચની રિકવર કરેલ રકમ: રૂ.૧,૫૦,૦૦૦/-ગુનાનુ સ્થળ: મામલતદાર ઓફિસની બહાર, રોડ ઉપર, વલસાડ ટાઉનગુનાની ટુંક વિગત: તે એવી રીતે કે આ કામના આરોપી નં.(૧) વલસાડ સીટી પો.સ્ટેમાં પો.સ.ઇ. તરીકે ફરજ બજાવતા હોઈ પ્રોહિબીશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૦૨૦૨૨૩૯/૨૦૨૦ મુજબના ગુનામાં ફરીયાદીના પુત્રનુ નામ ખોલતાં ફરીયાદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટથી આગોતરા જામીન મેળવેલ હોવા છતાં આરોપી નં.(૧)એ વારંવાર સી.આર.પી.સી. ૪૧(૧) મુજબની નોટિસો પાઠવી ફરીયાદીના પુત્રને હાજર રહેવા તેમજ જરૂરી દસ્તાવેજી માહિતી રજુ કરવા જણાવી પોતાના વચેટીયા એડવોકેટ આરોપી નં.(૨) મારફતે ફરીયાદીના પુત્રની મેટરની પતાવટ કરવા અને અન્ય બીજા કોઇ કેસમાં ન સંડોવવા તથા હેરાન નહી કરવાના કામે રૂ.૧,૫૦,૦૦૦/- લાંચની માગણી કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતાં વચેટીયા એડવોકેટ આરોપી નં.(૨)નાઓએ આરોપી નં.(૧) વતી ફરીયાદી પાસેથી લાંચની માગણી કરી સ્વિકારી પકડાઇ જઈ બંન્ને આરોપીઓએ એકબિજાના મેળાપિપણામાં ગુન્હો કરેલ છે. આરોપી નં.(૧) નાઓ હાજર મળી આવેલ નથી.નોધ: ઉપરોક્ત આરોપી નં.(૨)ને એ.સી.બી.એ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી:શ્રી એસ.જે.જાડેજા,પો.ઇન્સ. ફિલ્ડ-૩(ઇન્ટે.વિંગ)એ.સી.બી.,અમદાવાદ.મદદમાંઃ શ્રી એમ.વી.પટેલ, પો.ઇન્સ. ફીલ્ડ ( ઇન્ટે.વીંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. ટીમસુપરવિઝન અધિકારી:શ્રી એન.ડી.ચૌહાણ, મદદનિશ નિયામક,ફિલ્ડ-૩,ઇન્ટેવિંગ,એસીબી, અમદાવાદ