અમદાવાદ: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંઘે 16 નવેમ્બરના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી હતી. બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન મોહિત સિસોદિયાએ તેમનું સ્વાગત કર્યુ હતું. એર માર્શલને વર્તમાન ઓપરેશનલ તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્ટેશનની તૈયારી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે બેઝના વિવિધ ઓપરેશનલ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યુ હતું અને રાષ્ટ્રના આકાશનું રક્ષણ કરવામાં અગ્રણી એરફોર્સ બેઝ દ્વારા અદા કરવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. બાદમાં એર માર્શલ દ્વારા એરફોર્સ સ્ટેશન, નલિયા ખાતે નવા બાંધવામાં આવેલા ઓફિસર મેસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એર માર્શલે જટિલ ઓપરેશનલ સમસ્યાઓના સંચાલનમાં અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવવા બદલ તમામ જવાનોના સુગ્રથિત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ પાસાંઓમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા દર્શાવવાની સાથે સાથે જવાનોને હંમેશા ઊચ્ચ એરોસ્પેસ સલામતી માપદંડો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
Related Posts
સુશાંતસિંહ રાજપૂતની ખરેખર આત્મહત્યા કે????- ભાવિની નાયક.
પુછા ના કિસીને દિલકા હાલ અબ શહર ભરમેં ઝિકર હે ઉસકી ખુદખુશીકા ભારતીય સિનેમાના ઝળહળાટ પાછળનો અંધકાર કદાચ આપણાં સુધી…
*ખેડા બિગ બ્રેકીંગ* યાત્રાધામ ડાકોર નો આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરનો નિર્દેશ.
*ખેડા બિગ બ્રેકીંગ* યાત્રાધામ ડાકોર નો આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટર નો નિર્દેશ 28 તારીખના રોજ ફાગણી…
શેમારુ મી નો નવતર પ્રયોગ: હવે આંગળીના ટેરવે જોઈ શકશો 250 થી વધુ ગુજરાતી નાટકો. અમદાવાદ ખાતે નાટ્યસામ્રાટૉનું યોજાયું સંમેલન.
અમદાવાદ: ગુજરાતી નાટકો અને ફિલ્મો આપને જો આંગળીના ટેરવે જોવા મળી જાય તો વાત જ કંઈક અલગ થઈ જાય છે.…