મહેમદાવાદ પીઆઈ વી.એન.મહિડાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

મહેમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા સિનીયર પોલીસ ઇન્સપેક્ટર વી.એન.મહિડાને તેમની ફરજમાં બેદરકારી બદ્દલ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા સસ્પેન્ડ કર્યાં છે. જ પખવાડિયા અગાઉ પૈસાની લેતી-દેતી મામલે તકરાર થઇ હતી. જેમાં પોલીસ ઇન્સપેક્ટર દ્વારા ફરિયાદ ન લઇને, ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી. આ મામલાની ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સપેક્ટર વી.ડી. મહિડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા