*ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્રએ પ્લોટનો કબ્જો લેવા પિતા-પુત્રનું અપહરણ કરી મૂંઢ માર માર્યો*

જામનગર હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નવું મકાન બનાવી રહ્યા છે આ પ્લોટનો કબ્જો લેવા માટે ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ સહિત 14 શખ્સોએ હરપાલસિંહના પિતા વિક્રમસિંહના પર પાઇપ, ધોકા તથા છરી વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. તેમજ હોમગાર્ડ સભ્ય હરપાલસિંહને આશિષના માણસે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો ગરમાયો હતો અધૂરામાં પૂરું ખેલ સરખો પાડવા માટે હરપાલસિંહને રીક્ષામાં બેસાડી અપહરણ કરી અને આશિષ માડમની ઓફિસે લઇ જઇ આશિષ માડમ અને તેના માણસે ઢીકાપાટુનો માર મારી મૂંઢ માર માર્યો હતો