*ભાજપના કુલદીપસિંહ સેંગરનું ધારાસભ્ય પદ રદ*

ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત કરી નાખ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયે એક જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. વિધાનસભાના મુખ્ય સચિવ પ્રદીપ કુમાર દુબે તરફથી જાહેર કરાયેલી નોટિસમાં જણાવ્યું છે કે, સેંગરનું ધારાસભ્ય પદ ત્યારે જ ખતમ થઈ ગયું હતું, જ્યારે તેને રેપ કેસમાં સજામાં સંભળાવવામાં આવી હતી. 20 ડિસેમ્બર 2019ના રોજ જાહેર કરાયેલી નોટિસમાં જણાવ્યા પ્રમાણે ઉન્નાવ જિલ્લાના બાગરમઉ વિધાનસભા સીટ ખાલી હોવાનું જાહેર કર્યું હતું. ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગર આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ તેને પાર્ટીમાંથી બહાર કરી દીધો હતો.