*ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં હવે ફેરફારની શક્યતા*

આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.