આજના મુખ્ય સમાચારો* – વિનોદ મેઘાણી. 1️⃣1️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*અમદાવાદના મેયર: મેયર હાઉસને બદલે ચાલીના રહેશે*
અમદાવાદ નવા મેયર કિરીટ પરમાર બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. અને તેઓ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ મેયર હાઉસમાં રહેવા જવાને બદલે બાપુનગરમાં આવેલ વીરાભગતની ચાલીના ભાડાના મકાનમાં જ રહેશે
******
*હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી: આખરે યુવતીઓના નામ થયા જાહેર*
ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ગોત્રી ચેકપોસ્ટ પાછળ નેપચ્યુન ગ્રીનવુડ બંગ્લોઝમાં દારૂની પાર્ટીના ચકચારી કેસમાં પકડાયેલાઓ પૈકી કેટલાક યુવા-યુવતીઓ વિદેશમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ કેસ ચાલે તે દરમિયાન વિદેશ જતા રહે તો તે માટે કોણ જવાબદાર તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
*નામો આ મુજબ છે*(૧) નિહારિકા શાહ-યુએસ, ઇકોનોમિક્સ (૨) પ્રિતી ચોકસી- સ્વિર્ટઝરલેન્ડ, હોટલ મેનેજમેન્ટ (૩) રેહાના આહુજા- સ્વિર્ટઝરલેન્ડ, હોટલ મેનેજમેન્ટ (૪) આયુષી શાહ- કેનેડા, ફિઝિયોથેરાપી (૫) ઋતિકા ગુપ્તા- કેનેડા, મેથેમેટિક્સ (૬) શોભા દવે- કેનેડા, મેનેજમેન્ટ (૭) ત્રીસા પટેલ-કેનેડા, ઇકોનોમિક્સ અને (૮) સાનિયા ખેરા- યુકે, સાઇકોલોજી.
*******
*રફ્તારની રાણી આખરે જેલમાં*
સુરત-ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વાઇરલ થયેલો વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ ધરાવતી બારડોલીની કોલેજીયન યુવતીએ જેલમાં જવાનો વારો આવ્યો છે. બાઇક રાઇડીંગની શોખીન યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર 500થી વધુ પોસ્ટ અપલોડ કરી છે જેમાં મહત્તમ પોસ્ટ બાઇક રાઇડીંગની છે.
*****
*આવતીકાલે વડાપ્રધાન 10 વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે*
અમદાવાદના સાબરમતી આશ્રમમાં 12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે. દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર ખૂદ નરેન્દ્ર મોદી ચાલતા જશે
*****
*સાંસદ મોતના કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ*
મુંબઈ પોલીસે લોકસભા સાંસદ મોહન ડેલકરનામોત મામલે એક ફરિયાદ દાખલ કરી છે. મોહન ડેલકરને આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.
**********
*મિથુન ચક્રવર્તીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા*
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીને ગૃહ મંત્રાલયે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. મિથુન ચક્રવર્તી હાલમાં જ ભાજપમાં સામેલ થયા હતા તેમને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મિથુનને Y પ્લસ કેટેગરીની સુરક્ષા CISF તરફથી આપવામાં આવશે
********
*ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ*
સાંતેજ પોલીસે 200 કરોડના કૌભાંડમાં ગુજરાતની ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે. શૈલેષ ભંડારી પર પોતાના ભાઇની જ ખોટી સહીઓ કરી મિલકત પચાવી પાડવાનો આરોપ છે. થોડાં દિવસ પહેલાં GST ના દરોડામાં ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પણ શૈલેષ ભંડારીની ધરપકડની કરવામાં આવી છે.
*****
*રાજ્ય વ્યાપી કૌભાંડ:પોન્ઝી સ્કીમમાં ગાંધીનગર રહીશોના 3.54 કરોડ ડૂબ્યા*
પોન્ઝી સ્કીમમાં ગાંધીનગરના 25થી વધુ લોકોના 3.54 કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણામાં મુખ્ય બ્રાન્ચ ધરાવતા એફએક્સ બુલ્સ નામની કંપનીના ડિરેક્ટર્સ અને ભાગીદારોએ ટ્રેડિંગમાં પૈસા કરીને પ્રોફિટ આપવાની લાલચ આપી હતી અનેક લોકો પાસેથી પૈસાનું રોકાણ કરાવીને કંપની બંધ કરી દેવાતાં 4 શખ્સ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
*****
*ગાંધીનગરમાં અખબાર વિક્રેતાના પુત્રનું અપહરણ*
ગાંધીનગરના સેક્ટર 13 A પ્લોટ નંબર 543 પબ્લિક બેમાં રહેતા મૂળ રાજસ્થાનના ભરતભાઈ રામેશ્વર લોટના પરિવારમાં પત્ની સરિતાબેન તેમજ મોટો પુત્ર પૂજન તેમજ નાનો પુત્ર ગુંજનછે. ભરતભાઈ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં પેપર વિતરણનો ધંધો કરે છે. જેમના સબંધી સેક્ટર 13 એ ના કાચા છાપરામાં રહે છે જેથી પરિવારને રોજ બરોજ આવન-જાવન રહેતી હતી
*****
*તીરથ સિંહ રાવત અમિત શાહના અંગત હવે ઉત્તરાખંડ પર કરશે શાસન*
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પદ પરથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ હતી. પરંતુ સવારે જ્યારે સૂર્ય પર્વતોમાંથી બહાર આવ્યો અને ઉત્તરાખંડના આકાશમાં ચમક્યો, ત્યારે તીરથસિંહ રાવતનું નસીબ પણ રાજ્યના રાજકારણના પાટિયા પર ચમક્યું. જે નેતાને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યની ટિકિટ મળી નહોતી, તે હવે આખા રાજ્યની કમાન સંભાળશે.
******
*રાજ્યમાં કોરોના વિસ્ફોટ નવા 675 કેસ નોંધાયા*
રાજ્યમાં કોરોના વિસ્ફોટ નવા 675 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3,500ને પાર
રાજ્યમાં કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 6 દિવસ દરમિયાન 500ની રેન્જમાં આવતા નવા કેસોમાં સીધો 175 કેસોનો વધારો થયો છે. રાજ્યમાં 10 માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસો નોંધાયા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
*****
*વસ્ત્રાલગામ પાસે ડોક્ટરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું*
અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર ફાયરિંગથી ધણધણી ઉઠ્યો છે. વસ્ત્રાલગામ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગની આ ઘટનાથી ફફટાડ વ્યાપી ગયો છે. વસ્ત્રાલગામે આ ફાયરિંગ કોઈ અસામાજિક કે ગુંડાતત્વો દ્વારા નહીં પર એક ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. કિરણ નાયક નામના ડોક્ટરે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ડોક્ટરે આર્મીમેન જગદીશની રાઈફલથી ફાયરિંગ કર્યું છે.
******
*રાજકોટમાં સોલવન્ટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ*
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અલગ અલગ સંસ્થાઓમાં ફાયર સેફટીને લઈને રાજકોટમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયા છે. ત્યારે એક મોટી આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. સોલવન્ટ ઔદ્યોગિક વિસ્તારમાં એક કિચેનવેર ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. આગને કાબૂ લેવા માટે ત્રણ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી
*****
*નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની હળતાલ*
સુરતની સિવિલ હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી અને સિવિલ હોસ્પિટલના રોડ પર બેસી ગયા હતા. ત્રણ મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ ડિન અને સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કોન્ટ્રાકટર સાથે કર્મચારીઓના આગેવાનોની બેઠક બાદ મહદ અંશે સમાધાન થયું છે.
*****
*નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો*
ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કુવાડવા ગામે ખેડૂતોએ ફોરલેન હાઈવેના કામ સામે વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોનો દાવો છે કે જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના બળજબરી તેમની જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે.
*******
*આરટીઓ ગુરુવારથી 4 દિવસ કામ બંધ*
અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીમાં આજથી રવિવાર સુધી પ્રજાલક્ષી કોઈ કામ થઇ શકશે નહીં. આજે મહાશિવરાત્રી હોવાથી જાહેર રજા છે. શુક્રવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં દાંડીયાત્રા હોવાથી ગાંધી આશ્રમથી સુભાષબ્રિજ રોડ પર વાહનોની અવરજવર નહીં થઇ શકે. આ ઉપરાંત બીજા શનિવાર અને રવિવારની જાહેર રજા હોઇ, જેથી હવે સોમવારે લોકોના કામ થશે
******
*સ્ટેડિયમ 1.32 લાખની પૂરેપૂરી ક્ષમતાથી ભરવાનો નિર્ણય*
પૂરેપૂરી ક્ષમતાથી સ્ટેડીયમ ભરવાથી કોરોના ફેલાશે તો જવાબદાર કોણ ?
T20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત વિરુધ્ધ ઈગ્લેન્ડ વચ્ચે આગામી 12મી માર્ચે રમાનાર પ્રથમ T20 મેચ માટે પૂરેપૂરી પ્રેક્ષકની ક્ષમતાથી રમાડવાન નિર્ણય લેવાયો છે. જે કોરોનાકાળમાં પ્રેક્ષકો માટે જોખમી સાબીત થઈ શકે છે. રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસથી, ખીચોખીચ ભરાનારા સ્ટેડીયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાનારી પહેલી T20 મેચ માટે મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.32 લાખની પૂરેપૂરી ક્ષમતાથી ભરવાનો નિર્ણય લેવાયો છે.
******
*બંગાળ નંદીગ્રામમાં મમતા બેનર્જીના કાફલા પર હુમલો*
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ચાર લોકોએ હુમલો કર્યો છે. ઘાયલ હાલતમાં મમતા બેનર્જીને કારમાં બેસાડવામાં આવ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ચારથી પાંચ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. જો કે, આ સિવાય તેમણે કહ્યું કે તેઓ બીજું કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી.
*******
*ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથ ગ્રહણ કર્યા*
ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે.
વડાપ્રધાન મોદીએ શુભકામના આપી
*****
*હરિયાણામાં સરકાર પડતા પડતા રહી ગઈ*
હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી. ખટ્ટર સરકારના પક્ષમાં 55 અને વિપક્ષમાં 32 વોટ જ પડ્યા હતા
*******
*અમદાવાદ, વડોદરા,અને ભાવનગરમાં નવા મેયરની જાહેરાત*
અમદાવાદ શહેરને નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ છે નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.
*******
*શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું થયું નિધન*
ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું નિધન થયું છે.શિક્ષણ પ્રધાન ગૃહમાં હતા ત્યાકે સમચારા પ્રાપ્ત થતાજં ચાલું ગૃહે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા નિવાસ્થાને રવાના થયા હતા. બીજી તરફ તેમના સાથી મંત્રીઓ પણ સાથે નિકળ્યા હતા. ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ની માતા છેલ્લા ઘણા સમય થી બીમાર હતા
*********
*આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર સીધો ખાતામાં જમા થશે*
મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડી તેડાગર બહેનોને હવે પગારના નાણા સીધા જ બેંક ખાતામાં જમા થવાની ગુજરાતની પહેલને પારદર્શી વ્યવસ્થા, ફેઇસ લેસ સિસ્ટમ અને વચેટિયા નાબૂદીની દિશામાં વધુ એક નક્કર કદમ ગણાવી હતી વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્ય સરકારે એલ.આઇ.સી.ને ફંડ મેનેજર તરીકેની જવાબદારી સોંપીને એમઓયું કર્યા છે.
********
*દીકરીને ચાર બોયફ્રેન્ડ: પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી*
અમદાવાદ દીકરીએ પિતાની સૌથી લાડકવાયી હોય છે પરંતુ જ્યારે પિતાને પોતાની જ દીકરીના ચારિત્ર્ય પર સવાલ, શંકા અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે ત્યારે કહું જ વ્યથિત થઇ જતાં હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોડિંગ મોકલ્યા હતા વોટ્સએપ ચેટના સ્ક્રિન શોટ મોકલ્યા હતા જે જોતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
*********
*મોટેરા સ્ટેડીયમ ખાતે યોજાઇ મોટેરા થાલી ચેલેન્જ*
ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ સીરીઝ જીતી ગયુ તે પછી ક્રિકેટ રસીકો ટી-20 એકશનની પ્રતિક્ષામાં છે. ઈન્ડિયાતૈયારહૈ શહેરમાં સ્ટાર સ્પોર્ટસ રાસ ‘એન્થેમ’ સાથે ઉત્સાહનો માહોલ રચાયો છે ત્યારે અમદાવાદીઓએ કોર્ટયાર્ડ મેરીયોટ્ટ ખાતે ધ મોટેરા થાલી ચેલેન્જમાં ભાગ લીધો હતો. સ્ટાર સ્પોર્ટસે ગ્રાહકોને તેમના પરીવાર અને મિત્રો સાથે મહત્તમ ચાર વ્યક્તિસાથે પાંચ ફૂટની થાલી ચેલેન્જ પૂરી કરવાના પડકાર માટે આમંત્રિત કર્યા હતા. ક્રિકેટ થીમ ધરાવતી આ થાળીના મેનુમાં ધવન ઢોકળાં અને પુજારા પાત્રા ઉપરાંત અન્ય ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે.અમદાવાદના ક્રિકેટ ઉત્સવની ઉજવણીમાં ભૂતપૂર્વભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પણ ધ મોટેરા થાલી ચેલેન્જમાં ઉત્સાહભેર લીધો છે. આ 12 માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ ટી-20 ક્રિકેટ સીરીઝ સ્ટારસ્પોર્ટસ નેટવર્ક અને ડીઝની+ હોટસ્ટાર વીઆઈપી ઉપર જોઇ શકાશે
********
*ગામડાઓ સુધી કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે*
રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે ૩૫ હજાર કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪ હજાર ગામોને વીજળી પૂરી પાડવામાં આવી છે.આ સાથે ૨૪ કલાક થ્રી-ફેઇઝ ગુણવત્તાયુક્ત વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે.
********
*ડાકોરનો ફાગણી પૂનમનો મેળો રદ કરાતા ભક્તોમાં રોષ*
યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજ બાજુનો વિસ્તાર સુમસામ જોવા મળશે. સરકારના નિર્ણય સામે ભાવિક ભક્તો તેમજ વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ સરકારના તઘલખી નિર્ણયથી રોવાનો વારો આવ્યો છે.
******
*લાજપોર જેલ કે કોલ સેન્ટર આરોપીનો જેલમાંથી સમાધાન માટે ફોન*
સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને આરોપી પિતા જેલમાંથી ફોન કરી સમાધાન માટે દબાણ કરતા હોવાની કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આરોપી પિતા હવે જેલમાંથી ફોન કરીને ધમકી આપી રહ્યા છે લાજપોર જેલમાં બંધ હોઇ તે જેલના લેન્ડલાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતો હતો. જો કે છેલ્લા કેટલાંક સમયથી છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હતો.
********
*press not tody*

*પૂજ સુરત સિંધી પંચાયત વર્ષ-૨૦૨૧ની કારોબારી સભા મળી*
સુરત શહેર પૂજ સુરત સિંધી પંચાયત વર્ષ-૨૦૨૧ની કારોબારી મિટિગ નાનપુરા ટીમલીયાવાડ ખાતે મળી હતી જેમાં પૂજ સુરત સિંધી પંચાયતના અધ્યક્ષ શ્રી વાસુદેવ ગોપલાણી, ઉપ-અધ્યક્ષ શ્રી નાનકરામ અટલાણી, ઉપ- અધ્યક્ષ શ્રી મદનગોપાલ મુંલચંદાણી, સેક્રેટરી શ્રી ઘનશ્યામદાસ ખટ્ટર, જોઇન્ટ સેક્રેટરી શ્રી ધનરાજ આડવાણી, ખજાનચી શ્રી મહેશભાઈ બુંલચંદાણી, ઓડિટરશ્રી નિર્મલદાસ મોટવાણી,ની નિંમણૂક કરવામાં આવી હતી
********
*લાયન્સ ક્લબ ઓફ સુરત સીટીલાઇટ દ્વારા નોટબુકનું વિતરણ*
સુરતમાં લાયન્સ ક્લબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા ધરમપુર સુરખાઈ ગામની શાળાઓમાં ૧૦૦૦થી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ક્લબ અને ડીસ્ટ્રીકટના જીએસટી કોર્ડીનેટર લાયન મોનાબેન દેસાઈ લાયન માલાબેન દેસાઈ લાયન મયુરીબેન બસુરકર ભાવિનભાઈ અને સ્કૂલના શિક્ષકો હાજર રહ્યા હતા
********
*રોટરી ક્લબ ઓફ સુરત ડીસ્ટ્રીકટ ૩૦૬૦ની સર્વ શ્રેષ્ઠ ક્લબ ઘોષિત થઇ*
ઉમરગામથી નડિયાદ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ચોક્કસ ભાગોને સમાવતા રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ની ૧૦૪ ક્લબોમાંથી ૬૦થી૯૦ સભ્યોની કેટેગરીમાં સુરતની ૮૪ વર્ષ જુની સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતને વર્ષ ૨૦૧૯-૨૦ની કોરોના સહિતની સર્વશ્રેષ્ઠ સામાજિક સેવા માટે સર્વ શ્રેષ્ઠ ક્લબ બરોડા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં ઘોષિત કરવામાં આવી હતી અને તે વર્ષના પ્રમુખ રોટેરિયન નિખિલ મદ્રાસીને આ કેટેગરીના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા
********
*અંબાજીમાં શિવાલયો આજે શિવદર્શન ખુલ્લા રહેશે*
મહાશીવરાત્રી છે જેમ વર્ષભર ના તહેવારો ઉપર કોરોનાનો ગ્રહણ જોવા મળ્યુ છે તેમ આ શિવરાત્રીએ પણ કેટલાક શિવાલયો માં કોરોના ને લઈ શિવરાત્રીનો મેળો નહીં ભરાય તેવી જાહેરાત કરવામાં આવી છે પણ યાત્રાધામ અંબાજીમાં આઠ જેટલા શિવાલયો આવેલા છે આ તમામ મંદિરોમાં શિવદર્શન ખુલ્લા રહેશે
*******
*હોપ સંસ્થા દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી*
સૂરત હોપ સંસ્થાના અધ્યક્ષ જીજ્ઞેશ ગાંધી દ્વારા કામદાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે લંચની વ્યવસ્થા અને કેક પણ કાપવામાં આવી હતી અધ્યક્ષ જીજ્ઞેશ ગાંધી તમામ મહિલાઓને પોતાની કાર બેસાડીયા હતા આ કામદાર મહિલાઓ એક અનોખું સન્માન હતો
*****
*સુરતમાં ૩૬૫ નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું*
સૂરત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત શહેરમાં ખળે પગે ફરજ બનાવતી પોલીસ, પત્રકાર, ટ્રાફિક બ્રિગેડની મહિલાઓનુ સન્માન પ્રશાંત સુમબે ડીસીપી ટ્રાફિક મેવાડા એસીપી ટ્રાફિક અશોક સિંગ ચૌહાણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્ર્મ ને સફળ બનાવવા પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે ભારે જહેમત ઉઠાવી હતી
******
*લેખ: ભાગ ૩૬ મેનેજમેન્ટ મેજિક*
*વિઝન અને મિશન હોવાના લાભો*
*thaend*