ગાંધીનગરનો ગરમાળો, શરમાતો પણ રૂપાળો,
આ ગાંધીનગરનો ગરમાળો !
રંગીન બનાવે ઉનાળો, સોનેરી પુષ્પો વાળો,
આ ગાંધીનગરનો ગરમાળો !
પંખીનો રચાય માળો, પ્રેમીઓને છાવરવા વાળો,
આ ગાંધીનગર નો ગરમાળો!
ચેરીબ્લોસમ વાળો, આભ-અંબર જોડવા વાળો,
આ ગાંધીનગર નો ગરમાળો!
રોફ અને રૂઆબ વાળો, સત્તા અને હકુમત વાળો,
આ ગરવો એવો ગરમાળો !
આ ગાંધીનગરનો ગરમાળો!
–