ના જન્મ તારી મરજી થી ના મરણ છે તારા હાથમાં ..ઝીલ સોની.

ના જન્મ તારી મરજીથી,
ના મરણ છે તારા હાથમાં !

થોડી ઘણી તકદીરની રેખા,
આપી દીધી તારા હાથમાં !

પાત્ર તારું નક્કી પહેલેથી ,
કેમ ભજવવું એ તારા હાથમાં !

પળમાં પડદો પડી જશે, ત્યાં,
દાદ મેળવવી તારા હાથમાં !

ભરી ભરીને કેટલું ભરીશ ?
સાવ નાનકડા તારા હાથમાં.. 

જગ જીત્યા પછી ય શું રહ્યું,
બોલ શુ રહશે, તારા હાથમાં ?

ગાડી, બંગલો, નોકર ચાકર
કાંઈ પણ નહીં આવે સાથમાં..

અહીંથી મર્યા પછી બીજા ભવમાં
સ્વજન પણ નહીં આવે સાથમાં..

માંગી લે તું પ્રભુ પાસે એટલું જ,
ભવોભવ ધર્મ આપજો સાથમાં....


  *જય શ્રી કૃષ્ણ*
વાઈરલ સ્ટોરી.....