જો તું હાજર રહેવાનો હોય તો જ દરવાજો ખોલાવજે…કુણાલ સોની

માનવી…સવાલ

જો તું હાજર રહેવાનો હોય તો જ દરવાજો ખોલાવજે…

બાકી ખાલી મૂર્તિ જોવાં હું હવે ધક્કો નહીં ખાવ…

ઈશ્વર…જવાબ

તને ભરોસો હોય કે અંદર હું છું જ…

તો આવજે, બાકી…

શંકા સાથે દરવાજો ખખડાવતો નહીં…!