વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
રાજપીપલા,તા 5
આજે ૫મી જૂન ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિતે રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આજે પર્યાવરણ દિન દિને કેદી ભાઈઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેમાટે યોજાયેલ
નિબંધ સ્પર્ધામા કેદીઓએ ભાગ લઈ વૃક્ષો વિશે માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેડાએ કેદીઓ ને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. જેલ માંથી બહાર નીકળ્યા પછી ઘરે વાવવા અનુરોધ કર્યો હતો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા