*દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરવામાં આવી*

*દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરવામાં આવી*

 

જીએન જામનગર: બિપરજોય વાવાઝોડા સંદર્ભે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના સીધી દેખરેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આપદાનો સામનો કરવા સજ્જ કરાઈ રહ્યા છે.રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે.

જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી ૭૩ બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે. જ્યાં ૨૪×૭ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે.

અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ૭૩ પૈકીના ૯ સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે.અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલ છે.