બાળકોમાં થતી પોષણની ખામી માટે આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે
જામનગર તા. ૨૧ ઓક્ટોબર, આયુર્વેદ દિવસ અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. ૨૬-૧૦-૨૦૨૧ થી ૨૯-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧ તથા સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રૂમ નંબર ૧૫, ઓ.પી.ડી. બ્લોક,પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ સુપર મોલની સામે, જામનગર ખાતે બાળકોમાં થતી પોષણની ખામી, ઉંમર પ્રમાણે વજન ઓછું હોવું જેવી સમસ્યા ધરાવતા ૦૨ થી ૧૦ વર્ષના બાળકો માટે વિનામૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો જાહેર જનતાને લાભ લેવા ઇન્ચાર્જ આર.એમ.ઓશ્રી આઇ.ટી.આર.એ.ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦ દિવ્યા ત્રિવેદી