પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે પહોંચાડવા જનહિત અભિગમ સાથે જામનગર શહેરમાં ચાર દિવસો યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

*આવતીકાલથી જામનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કાનો પ્રારંભ**પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે પહોંચાડવા જનહિત અભિગમ સાથે જામનગર શહેરમાં ચાર દિવસો યોજાશે સેવા સેતુ કાર્યક્રમ**વોર્ડ વાઇઝ ૨૨,૨૩,૨૯,૩૦ ઓકટોબરના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે* જામનગર તા. ૨૧ ઓક્ટોબર, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે પહોંચાડવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા.૨૨ ઓક્ટોબર થી ૫મી જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન રાજ્યમાં શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળી ૫૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે અને ૫૬ જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે.જામનગર શહેર ખાતે આવતીકાલે તા. ૨૨-૧૦-૨૦૨૧ના રોજ વોર્ડ નંબર ૧ થી ૪, તા. ૨૩-૧૦-૨૦૨૧ના રોજ વોર્ડ નંબર ૫ થી ૮,તા.૨૯-૧૦-૨૦૨૧ના રોજ વોર્ડ નંબર ૯ થી ૧૨ અને તા. ૩૦-૧૦-૨૦૨૧ના રોજ વોર્ડ નંબર ૧૩ થી ૧૬ માટે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન સવારના ૯ થી સાંજના ૫ કલાક સુધી મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં લોકોને વિવિધ સેવાઓ જેવી કે જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ, વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના હોય તે માટે સરકારશ્રીની સેવાઓ મળશે. સાથે જ આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઇબી)ના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફિકેટ, લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધારકાર્ડ, બેંક લોન અંગે માર્ગદર્શન વગેરે કાર્યવાહી આ કાર્યક્રમમાં હાથ ધરવામાં આવશે તેમ નાયબ કમિશનર શ્રી જામનગર મહાનગરપાલિકાની યાદી દ્વારા જણાવવામાં આવે છે.૦૦૦૦૦૦૦ દિવ્યા ત્રિવેદી