મુખ્યપ્રધાન અને વડાપ્રધાન તરીકે બંધારણીય હોદ્દા-સુશાસન ના ૨૦ વર્ષ પૂર્ણ થતાં લોકનાયક આદરણીય શ્રીનરેન્દ્રભાઈ મોદીજી ને રુબરુ મળીને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ

વડાપ્રધાને મહત્વ ના કાર્યોની અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ સમય આપ્યો, કૌટુંબિક અને વર્તમાન પ્રવાહો વિશે વાત કરી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ષોથી રાજુભાઇ ની પક્ષનિષ્ઠા ,પ્રવક્તા તરીકે સતત-અવિરત સક્રિય કામગીરી અને જનસેવાકાર્ય થી પરિચિત હોવાથી આત્મીય નાતો .

રાજકોટ તા.

ભારતીય જનતાપાર્ટીના જૂના અને કર્મઠ કાર્યકરોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષો પછી પણ ભૂલતા નથી એનો તાજો દાખલો હમણાં જ જોવા મળ્યો છે. પોતાના એક પારીવારિક કામને લીધે દિલ્હી ગયેલા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે એમને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી અને અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને મળવા માટે સમય ફાળવ્યો અને એમની સાથે કેટલીક વાતો કરી હતી. આટલા ઉચ્ચ સ્થાન ઉપર,શાસન વ્યવસ્થા ના સર્વોચ્ચ પદ પર હોવા છતાં અને અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ આ રીતે કાર્યકર્તાને મળવાની એમની ઉત્કંઠા જ એમની દેદીપ્યમાન ઉજ્જવળ પ્રભાવશાળી પ્રતિભાનું મહત્વ નું પાસું છે. વડાપ્રધાનપદે સાત વર્ષ અને અગાઉ મુખ્યપ્રધાન તરીકે ૧૩ વર્ષ કરતા વધુ બંધારણીય હોદ્દા પર રહી સુશાસન દ્વારા કુલ ૨૦ વર્ષ કરતા વધુ સળંગ અવિરત રાષ્ટ્રસેવા-લોકસેવા કરવા માટે રાજુભાઇએ વડાપ્રધાન આદરણીય શ્રી મોદીજી ને અભિનંદન આપ્યાં હતાં.

રાજુભાઈ ધ્રુવ પોતાના પરિવારજનના ઈલાજ માટે દિલ્હી ગયા હતા ત્યારે એમણે વડાપ્રધાન કાર્યાલય માં વડાપ્રધાન ના ખાસ ફરજ પર ના અધિકારી શ્રી સંજયભાઈ ભાવસાર નો સંપર્ક કરીને જણાવ્યું કે દિલ્હી કામ સબબ આવેલ હોવાથી બે ત્રણ દિવસ નું રોકાણ થાય તેમ છે તે દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત થઈ શકે તો સારું. શ્રી સંજયભાઈ ભાવસારે માનનીય વડાપ્રધાનશ્રી ના ધ્યાને વાત મૂકી હતી . કોઈ પણ જુના કાર્યકર્તાઓને યાદ રાખીને પ્રસંગોચિત એમને લાગણીપૂર્વક પોતાનો અમૂલ્ય સમય આપવાની નરેન્દ્રભાઈની કાર્ય પ્રણાલિ અત્યંત પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીશ્રી તરફથી તરત રાજુભાઈને મુલાકાત માટે સમય ફાળવવામાં આવ્યો.

નિયત થયેલા સમયે તેઓ વડાપ્રધાન આવાસે પહોંચ્યા બાદ એમને વડાપ્રધાને બોલાવ્યા અને પરિવારજનો ના ખબર અંતર ,સુખ-દુઃખ, હાલચાલ પૂછ્યા. કુટુંબમાં સૌ કેમ છે એ વાતો થઈ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ માં ભાજપ સરકાર દ્વારા લેવાયેલા અસાધારણ હિંમતભરેલા નિર્ણયો દ્વારા પ્રજા ને આપેલ વચનો પુરા કરવા ની સાથે દેશમાં થયેલા વિકાસના મુદ્દા પણ ચર્ચાયા. વર્તમાન પ્રવાહો વિશે વાત થઈ.વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વર્ષો અગાઉ સંઘ માં પદાધિકારી અને ભાજપના સંગઠન મહામંત્રી હતા ત્યારથી રાજુભાઈને એમની સાથે સ્નેહ-સદભાવપૂર્ણ પરિચય છે. શ્રી મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, અને જ્યારે રાજકોટમાંથી પેટા ચૂંટણી લડ્યા ત્યારે તે ચૂંટણી માં મીડિયા ઈન્ચાર્જ તરીકે અને પ્રવક્તા તરીકે તો ઘણો સમય તેઓશ્રી સાથે તેમના નેતૃત્વ માં પક્ષકાર્ય કરવા નું થયું. મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે સુશાસન ના સાત વર્ષ પૂર્ણ થયાં તે બદલ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાનશ્રીને અભિનંદન આપ્યાં હતાં અને દેશને દુશ્મનો થી સુરક્ષિત રાખી અને સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે રાષ્ટ્ર ને પૂર્ણ પ્રગતિના રસ્તે લઈ જવામાં તેઓ હજી પણ વધુ ને વધુ સતત સફળ થાય એવી મંગલમય શુભેચ્છા પાઠવી હતી.